શબ્દો શર્કરા માંહી તુષ્ટિ હોય છે
ભાવ દુનિયા માંહી , પુષ્ટિ હોય છે
શબ્દથી પર ચેતના અનુભૂતિ જો
સમજદારી માંહી , યુક્તિ હોય છે
ફાલશે ફોરમ વસંતઋતુ ગજબની,
મોસમી પ્રેમ માંહી, વૃષ્ટિ હોય છે.
ઉગશે આથમશે ગ્રહો આકાશ માં,
ફરતી પ્રકૃતિ માંહી , સૃષ્ટિ હોય છે
મૌજ મસ્તાની , નજર પ્યારી છે ને,
ત્યાં જો આંખો માંહી મુક્તિ હોય છે
-મોહનભાઈ આનંદ