જ્ઞાની કથે નહી જ્ઞાનને,
અજ્ઞાની બકે બહું જ્ઞાન...
અનુભવી સમજીને મૌન રહે,
તે સાચા જ્ઞાનીનું પ્રમાણ....
અનુભવી મિથ્યા વદે નહી,
રાખે વિવેક અપાર....
અજ્ઞાની બકે ઘણું,
હોય નહી વિવેક લગાર.....
જ્ઞાની અજ્ઞાનીને નમતો રહે,
રાખે અંતર દૂર...
અજ્ઞાની ફુલાતો ફરે,
જાણે હોય મોટો શૂર....
જ્ઞાની સ્વયંમાં સ્થિત રહે,
અજ્ઞાની બહાર અથડાય...
વરતીઓ થાય અંતર્મુખ તો,
ઘટ ભીતર દર્શાય....
જ્ઞાન કથે નહી ઉપજે,
સ્વયં આતમ જ્ઞાન...
કહે દીપક નિર્ભાર થતા,
થાવે નિજસ્વરૂપનું ભાન ....