Gujarati Quote in Song by ભાવેશ રોહિત

Song quotes are very popular on BitesApp with millions of authors writing small inspirational quotes in Gujarati daily and inspiring the readers, you can start writing today and fulfill your life of becoming the quotes writer or poem writer.

ઘણીવાર મારી બેબીને રાજી કરવા માટે હું yutube પર વાર્તા અને કવિતાઓ શોધતો હોવ છું. આજે તેને ગુજરાતી કવિતાઓ સાંભળાવતો હતો ત્યાં મને આ કવિતા સાંભળવા મળી. લગભગ હું પ્રાઇમરી શાળામાં ભણતો હતો ત્યારે ગુજરાતી વિષયમાં આ કવિતા આવતી અમારા વર્ગ શિક્ષક મીનાબેન અમને અભિનય સાથે આ કવિતા સંભળાવતા. આજે આ સાંભળી મને એ દિવસો યાદ આવી ગયા. આપણે નાના હતા ત્યારે દાદા કે દાદી અથવા નાના-નાની પાસે વાર્તાઓ સાંભળતા જ્યારે હાલના સમયમાં સિંગલ ફેમીલીમાં આ બધી મજા આજના બાળકોને મળતી નથી.

#કરો_રમકડા_કૂચ_કદમ
🇮🇳🇮🇳🇮🇳🇮🇳🇮🇳🇮🇳🇮🇳🇮🇳🇮🇳🇮🇳🇮🇳🇮🇳🇮🇳
ટરર... ટરર... ઢમ... ઢમ... ઢમ...
કરો રમકડા કૂચ કદમ 🐈🐎🐪🐘

હાથીભાઇ ચાલે આગળ, પાછળ ઊંટ સવારી
ખડાગ ખડબડ ઘોડા દોડે, ને શી છટા અમારી
ચલો સૈનિકો કદમ-કદમ, કરો રમકડા કૂચ કદમ

ટરર ટરર ઢમ ઢમ ઢમ,
કરો રમકડા કૂચ કદમ.

ઉપર ઘરરર વિમાન ગરજે, નિચે લશ્કર ગાડી
ભરી બંદુકે સૈનિક સાથે, ચાલો હાકલ પાડી
હોશિયાર ............ હોશિયાર ..
હોશિયાર નો કરી હુકમ, કરો રમકડા કૂચ કદમ.

ટરર ટરર ઢમ ઢમ ઢમ,
કરો રમકડા કૂચ કદમ. ✈🚁🚁🛬

બા તો હોઠે કરે આંગળી, બાપા અચરજ પામે
મોટાભાઇ પૂછે ચડાઇ કરી કહો ક્યા કામે ?
કહો ખુદાના ખાઇ કસમ, કરો રમકડા કૂચ કદમ

ટરર ટરર ઢમ ઢમ ઢમ,
કરો રમકડા કૂચ કદમ.

મેજ ઉપર હુ છટાથી બોલુ કાઢી છાતી,
હિન્દ દેશના રક્ષણ કાજે સેના સરહદ જાતી.
વંદે મારતમ........... વંદે માતરમ.........
વંદે મારતમ........... વંદે માતરમ.........
🇮🇳🇮🇳🇮🇳🇮🇳🇮🇳🇮🇳🇮🇳🇮🇳🇮🇳🇮🇳🇮🇳🇮🇳🇮🇳🇮🇳
ટરર ટરર ઢમ ઢમ ઢમ
કરો રમકડા કૂચ કદમ

👉 સાંભળવાની પણ ખુબ મજા આવે એવુ ગીત છે

Gujarati Song by ભાવેશ રોહિત : 111614490
New bites

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now