જીવી લે તુ એક ક્ષણમાં નથી ખબર કાલે શું થવાનું છે,
કહી દે જે મનમાં છે નથી ખબર કોઈ એક ક્ષણમાં વાત કાયમ માટે
રહી જાય,
કરી નાંખ જે કરવું છે તે એક ક્ષણમાં નથી ખબર કાલે કેટલી ક્ષણ
જોવાની છે,
હે મનડા, શું ઈચ્છે છે તે જણાવ એક ક્ષણમાં, કોને ખબર પછીની
ક્ષણ જોવા મળશે કે નહીં.
- સ્નેહલ જાની