મારા ઉરમાં રક્ત બનીને ધબકે છે તું.
મારા સૂરમાં શબ્દ બનીને પ્રગટે છે તું.
સમાઈ ગયું અસ્તિત્વ તારું મારામાં,
મારા નૈનમાં અશ્રુ બનીને વહે છે તું !
બેમાં એકનું જ હોવું અચરજ ઘણું,
હર ધબકારે મુજ હૈયામાં થડકે છે તું!
અવાજ મારો, શબ્દો મારાને વાત તો,
તારી સદાયે મુજ મુખેથી ઉચરે છે તું !
ના પૂછો હાલહવાલ મારા મિત્ર બની,
ઊંઘમાં પણ યાદ મારી ઝબકે છે તું !
- ચૈતન્ય જોષી. ' દીપક ' પોરબંદર.