Gujarati Quote in Story by Tr.Anita Patel

Story quotes are very popular on BitesApp with millions of authors writing small inspirational quotes in Gujarati daily and inspiring the readers, you can start writing today and fulfill your life of becoming the quotes writer or poem writer.

" શું સ્ત્રી કંઇક સહન કરે છે?"
-@nugami

સવારે ઉઠી ને દોડધામ કરી ને પોતાની રોજિંદી પ્રક્રિયા પૂરી કરી બધા જ માટે ચા નાસ્તો બનાવે છે,
પોતાના ઘરવાળા માટે ટિફિન, છોકરાઓ માટે નાસ્તો,સાસુ સસરા ની દવાઓ,નાસ્તો.....
....ભાગતી જાય છે ને છોકરાઓ ને તૈયાર કરતી જાય છે સ્કૂલ માં મૂકી આવે છે , કાંતો સ્કૂલ બસ માં ચડાઈ આવે છે.
ઘરે આવી ને બધું જ કામ ,રસોઈ ફટાફટ પતાવે છે.બપોરે થોડો આરામ કરે ના કરે ત્યાં છોકરાઓ ને લેવા જાય છે.એમના કપડાં ,નાસ્તો , ટયુશન વગેરે બધું જ સાચવી લે છે .
સાંજ થાય ત્યાં તો ફરી થી ચા, કપડાં સંકેલવા ,રાતે રસોઈ માં શું બનાવવું એની ચિંતા માં બજારમાં શાકભાજી લેવા નીકળી પડે છે.
જો કોઈ સખી કે સંબંધી મળી જાય અને વાતો કરવામાં થોડો સમય જતો રહે, તો એ સમય ને પણ ઘરે જઈ ને સાચવી લેવાની ક્ષમતા ધરાવે છે.રાતે બધા જમી લે પછી પણ એને જ બધું સંકેલવાનું......

શું આ બધું એટલું સહેલું છે?

અને મર્યાદા રાખી ને જીવવાનું....

પોતાની ઈચ્છા નું કોઈ કામ નસીબ વાળી સ્ત્રી હોય એને સાસરે ગયા પછી કરવા મળે.
અમુક સ્ત્રીઓને કદાચ કંઇક કરવા મળતું હોય તો એ પણ ઘણી શરતો ને આધીન, અને અમુક સ્ત્રીઓ ને તો ચોખ્ખી ના જ હોય કે હવે લગ્ન થઈ ગયા ઘર સંભાળો,બીજું કંઈ કરવું નથી....

સ્ત્રી માત્ર સ્ત્રી નથી, એનામાં રહેલી ક્ષમતા કદાચ કોઈ માપી શકતું નથી,અથવા તો કોઈ માપવા જ માગતું નથી....
એને કોઈ પણ કામ આપો,પૂરી નિષ્ઠા થી કરશે.
કોઈ પણ સંબંધ હશે , પૂરી નિષ્ઠાથી સાચવી ને રાખશે....
પણ શું સ્ત્રી એ પોતાની જાત ને સાચવવા કોઈ ના આધાર ની જરૂર ખરી????

થોડો સહકાર, થોડો સહયોગ,થોડી પ્રેરણા, સ્ત્રી ને પોતાનું બીજું પાસું ઓળખવામાં મદદ કરી શકે છે.....
જે ક્યારેય પોતાના માટે નથી જીવ્યું.....
💞દરેક સ્ત્રી ને સમર્પિત...💞
-@nugami.
-inspirations of life.

Gujarati Story by Tr.Anita Patel : 111614353
New bites

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now