શબ્દશ: સમજીને કોઈ મળે છે ક્યાં?
ભાવનામાં દિલ જૂઓ ભળે છે ક્યાં ?
સ્પંદનો પ્રેમાળ, ઉઠતાં રહે હ્દયે,
પ્રેમની વાણીમાં જૂઓ ઢળે છે ક્યાં ?
હાલ ઝાકળ બિંદુનો સૂરજ ને પૂછ્યો,
જોખમી અસ્તિત્વ ત્યાં જો ટળે છે ક્યાં?
વાતો નું જોને વતેસર ,કરે દુનિયા,
મૌન માંહી સાર ,કોઈ ભળે છે ક્યાં ?
હોય ના આનંદ અનુભૂતિ ત્યાં અમથી ,
મફત ખૂદમાં કોઈપણ એ કળે છે ક્યાં?
-મોહનભાઈ આનંદ