લખ મન તું બસ, એક અલખને લખ,
ભાવભીની લાગણી ને શબ્દ માં લખ;
દરિયા દિલીમાં ડબોળી, વાદળ છાયી,
ઝરમર વરસતી સ્નેહ તણી વર્ષા લખ;
આકાશ જેવાં નિર્મળ, વિહંગ મનથી,
ઊડાન ચંદ્ર યાન જેવું સંશોધન તું લખ;
વહેતા ગરમ ઝરા, હુંફાળી સંવેદના ના,
હેમકુંડ માં ચૈતન્ય વિલાસ સુવર્ણ લખ;
આનંદ અનુપમ, મધુરિમા છલકતો હૈયે,
ફુલોની કોમળતા ઉપર ઝાકળ જેવું લખ;
-મોહનભાઈ આનંદ