એક ક્ષણ જેમાં વ્યક્તિ ખૂબ જ ખુશ હોય,
એનાં પછીની તરતની ક્ષણ કદાચ દુઃખ પણ અપાવે.
એક ક્ષણ જ્યારે વ્યક્તિ સફળતાની ટોચે હોય,
બીજી જ ક્ષણે કદાચ એને નુકસાન થાય.
એક ક્ષણ પહેલાં જ કોઈકની સાથે વાત થઈ હોય,
અને બીજી જ ક્ષણે એનાં મૃત્યુના સમાચાર આવે.
એક ક્ષણમાં શું થઈ જશે? એ કોઈ કહી શકતું નથી.
એક એક પળને જીવી લો અને માણી લો,
શું ખબર આવતી એક ક્ષણ કેવી હશે?
- સ્નેહલ જાની
#સુપ્રભાત