એક જમાનો હતો જ્યારે ઈન્ટરનેટ વાપરવા ફરજીયાત સાયબર કાફેમાં જ જવું પડતું હતું. મોંઘું પણ પડતું હતું, છતાં લોકો પોતાનાં વિદેશ રહેતાં સ્વજનો સાથે સંપર્કમાં રહેવા સાયબર કાફેનો ભરપૂર ઉપયોગ કરતાં હતાં.
અને હવે,
દરેકના મોબાઈલમાં ઈન્ટરનેટ છે. ખૂબ જ નજીવા દરે બધાં વાપરી શકે છે, તે છતાં પણ માનવી લાગણીશૂન્ય થઈ ગયો છે. જેની પાસેથી પોતાનો સ્વાર્થ સધાય એમ લાગે એને જ જવાબો આપે છે. આ ઉપરાંત સાયબર ક્રાઈમે તો માઝા મૂકી છે. લગભગ દરરોજ સાંભળવા કે વાંચવા મળે છે કે ઈન્ટરનેટના માધ્યમથી કેટલાંક ભેજાબાજ લોકોએ કોઈકનું એકાઉન્ટ ખાલી કરી નાખ્યું.
લાગે છે કે સાયબર કાફેનો જમાનો સારો હતો.
- સ્નેહલ જાની