જાગો
ગરીબો નો હક મારી થયલા અમીરો, રહેજો સાવધાન
નહી પચશે તમને કદી બી, આં અન્ન, આં ધાન;
કર્મ ઝાપટી લેશે તમારું આં ધન ધાન્ય ને માન
આવી હરકતો કરીશું, તો કેમ જાળવીશુ પોતાનુ સ્વમાન.
છે આં વડવાઓ એ આપેલી દૌલત મિલકત, આં સર્વ દાન,
જાળવજો એને, સંભાળજો એને, છે એ કોમ માટે એક મોટું વરદાન.
જાગો તમારી ગહેરી નિંદ્રામાં થી, ઉઠો કરો ભલાઇ ના કામ મહાન.
રાખશે યાદ તમને આં કોમ, ગવાશે સદા તમારા ગુણગાન
Armin Dutia Motashaw