...મનોહરદાસબાપુ રચીત ગુરુ મહિમા.
🌷🙏🌷 ચોપાઈ. 🌷🙏🌷
ગુરુ ગૂણ ગાવું ગૂણ ગાથા.
રદય ભયો હૈ પ્રેમ પ્રકાશા.
ગુરુ મહિમા કહું વચન વિસ્વાસા.
રાખું ગુરુ ચરણની આશા. ટેક...
ખીમ ભાણ બ્રહમ પુરણ પ્રકાશા.
મટી ઝાળ કટી જમ ફાસા.
ખીમદાસ ગુરુ વચન વિસ્વાસા.
ભકિત મુકિત ભીતર ખાસા. ટેક...
ત્રિકમસાહેબ રહે ગુરુ પાસા.
છોડી કુટુંબ કબીલા નાસા.
એક નામ તુંહી રાખી આશા.
કીયા ચીત્રોટ જઈને નિવાસા. ટેક...
સત ગુરુ ભીમ અખંડ બ્રહ્મચારી.
ત્રિકમ ગુરુસે લાગી તાળી.
પરણી વળાવી પીપરીયા નારી.
ધન ગુરુ ભીમ અંશ અવતારી. ટેક...
દાસી જીવણ ગૃહસ્થી ગુણવંતા.
સાક્ષી સ્વરુપે રહીયા સ્વત્રંતા.
અનંત પદ કીયા અનુભવ મતા.
પ્રગટ કીયા પરંમ ગુપ્ત તંતા. ટેક...
રજ મોરાર રવિ ચરણ હીતકારી.
વિરહ વ્રેહ અંતર ઉર આણી.
સદા રહે રજ ચરણ ચીત વારી.
જન્મ મરણ ભય દીયા ટાળી. ટેક...
અક્કલ દાસ ગુરુ ભીમ પરવારી.
અમર બોલ અખંડ શીરધારી.
થાનગઢ રહી સેવા સ્વીકારી.
રોટી મૈ રામ નિરખ્યા ભારી. ટેક...
નાગજી કલ્યાણ દો ભીમકા બાલકા.
લીયા નામ કીયા નાશ કાલકા.
નિરાધાર નિર્વાણ પદ વંકા.
ગગન મંડળ ઘર દીયા હૈ ડંકા. ટેક...
ખીમદાસ નામ પુરણ પ્રકાશા.
અખંડ નામ ધુન અવિચળ વાસા.
નુર નિરંતર બુજી પ્યાસા.
ઉદય ભયા આપ નામ રુપ નાસા. ટેક...
બાવદાસ ગુરુ મીલે જો સાચા.
તન મન ધન દીયે કોઈ દાસા.
કરમ ભરમકા હોવે નાસા.
પુરણ પદ પાવે અવિનાશા. ટેક...
ગુલાબ નામ મહંત મન નાશા.
પુરા ગુરુ મીલ્યા બાપુ બાવદાસા.
અવર નામ ઔર સબ જુગ કાચા.
એક નામ સત ગુરુ ભીમ સાચા. ટેક...
સતગુરુ બાવદાસ ચરણમે વાસા.
મોહ મદ મમતા છુટે આશા.
અખંડ નામ ધુન સત વિસ્વાસા.
સંત ચરણ રજ મનોહર દાસા. ટેક...
ગ્રંથ રચીયો ગુરુ ગુણ ગાથા.
બે હજાર ઓગન સીતેર સાચા.
કરતક વદ બીજ ઉદય આકાશા.
વાર રવિ પુરણ પ્રેમ પ્રકાશા. ટેક...
ગામ આમરણ સ્થાન નામા.
સુનો નર નારી દઈને કાના.
ઉદય ભયા અનુભવ રવિ ભાણા.
ગાય સીખે સુણે ધરે ધ્યાના. ટેક...
આપુ ટાળી છોડે અભિમાના.
અહંકાર તજી ભજે ભગવાના.
છુટે બંધન પ્રગટે ગનાના.
પલમે છુટે ચોરાસી ખાણા. ટેક...