Gujarati Quote in Religious by બાબા સત્સંગી

Religious quotes are very popular on BitesApp with millions of authors writing small inspirational quotes in Gujarati daily and inspiring the readers, you can start writing today and fulfill your life of becoming the quotes writer or poem writer.

દાદા મેકરણ ની વાણી
🌼🌼🌼🌼🌼🌼🌼

આગળના જુગ તો એવા હતા
કોઇ સંત વિરલા જાણતા
અલખધણી નો આરાધ કરતા
આરાધે ધણી મારો આવતા

પાંચ પાંચ વર્ષે પુત્ર જન્મતા
પચ્ચીસે પારણા બાંધતા
સો વર્ષે જેના સગપણ થાતા
હજાર વર્ષે પરણાવતા

ગાયુ તે દિ એવી હતી
હાથી ને સમાન હતી
અનાજ ના કણ તે દિ નોતા
દૂધ પી ને દિન ગુજારતા

નરનારિ તેદિ ભેળા રે જમતા
એક આશંને પોઢતા
ધરમ કરમ દોનુ નોતા
નજર્યુ ના તેદિ પડદા હતા

હિરા રે તે દિ એવા હતા
પથ્થર ને અનુમાન હતા
ચાંદો સુરજ દોનો નોતા
હિરા ના પ્રકાશ હતા

આગળ ની નારિયુ એવી હતી
પતિ ના વચને હાલતી
ઍકોતેર પેઢી તારી પોતે
આમરાપર મા માલતી

આગળ ના નર તો એવા હતા
એક મને આરાધતા
પાંચ પાંડવ ને સિધ્ધ ચોરાસિ
એક જ ધરમે હાલતા

ગુરુ પરતાપૅ ગાય દાદા મેકરણ
આગળ ના જુગ તો આવા હતા

🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻

Gujarati Religious by બાબા સત્સંગી : 111613691
New bites

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now