🤲🤲🤲🙏🙏🙏🙇♀🙇♀🙇♀💖🤝💖
મારા પ્યારા ગુરુજીનો પરવાનો
પરવાના ને દુનિયા શું જાણે
દિલ દઈને બન્યો હું દિવાનો
દિવાના ને દુનિયા શું જાણે
ગુરુ જ્ઞાન સાગરના મોતી છે
એના રૂપમાં ઝગમગ જયોતિ છે
એની આંખોના નૂરનો ચમકારો
ચમકારા ને દુનિયા શું જાણે
હું તીરથ વ્રત નહી કરનારો ગુરુ ચરણમાં ચિતડું ધરનારો
હું તો પ્રેમ મગ્ન થઈ ફરનારો
ફરનારાને દુનિયા શું જાણે
જેના અંતરમાં વિરહની અગ્નિ છે એને ગુરુ મિલન ની લગની છે એવી વિરહની અગ્નિમાં બળનારો બળનારા ને દુનિયા શું જાણે
જેની સુરતીમાં મૂર્તિ છુપી રહી જાહેરમાં રહી તે મારા મનમાં રહી
કહે બાપુએ મુરત પર મરનારો મરનારા ને દુનિયા શું જાણે
મારા પ્યારા ગુરુજી નો પરવાના ને દુનિયા શું જાણે
*જય ગુરુ મહારાજ*
🌹🌹🌹🌹🌹
🙏🙏🙏🙏🙏
*જય ગુરુ મહારાજ*
🤲🤲🤲🤲🤲
🌹🌹🌹🌹🌹
*જય ગુરુ મહારાજ*
🙇♀🙇♀🙇♀🙇♀🙇♀
🌹🌹🌹🌹🌹