શબ્દો માંહી,ક્યાંક કૃતિ છે,
ઊર્મિ માંહી ,ક્યાંક ગતિ છે.
તર્ક માંહી હોય અનુભૂતિ,
બુધ્ધિ માંહી, ક્યાંક ધૃતિ છે.
છે તરંગો , મન ભમતુ જો,
શૂન્ય માંહી , ક્યાંક શ્રૃતિ છે.
મૃત્યુ જીવન હોય જગતમાં,
શ્વાસ માંહી, ક્યાંક વિધિ છે
છે જડીબુટ્ટી, સહજ આનંદ,
શરણે આવી, ક્યાંક ક્ષતિ છે.
-મોહનભાઈ આનંદ