તાર વિણા ના કે સંતુર ના તોડી શકો
પણ ઓલા મોરના ટહુકા ને તમે એમ ના તોડી શકો
ડરાવી, ધમકાવી... ઇન્સાનના બે હાથ જોડાવી શકો
પણ સિંહ ના પંજા એમ ના જોડી શકો
શિખરો કઈ સર કરો ત્યાં કીર્તિ ના સ્તંભ પણ ખોડી શકો
પણ ગામને પાદર એકેય પાળિયો એમ ના ખોડી શકો
વૃક્ષ ઉખેડી શકો, કૂંપળો તોડી શકો
પણ ઉગાડે નીત નવા એના હેત ના તોડી શકો
આભ થી ખર્યું એને તો છિપ માં ઝીલી શકો
પણ "દાદ" આંખ થી ખર્યું એને એમ ના ઝીલી શકો