*ચારણી કહુંબો*
ખરલ માં નાખું તો ખુશરુંક ઘૂંટા
ગળણી માં નાખો તો ત્રમ્બક ત્રમ્બક
બાપ પીવે તો બેટા ને ચડે
બેટો જો પીવે તો બાપ ને ચડે
અને એમાંથી એક અંજળી ભરી ને
હાથી ના મહાવત ને આપે અને
રડ્યું ખડ્યું ફોરું જો જમીન ઉપર પડે
તો સાત પાતાળ ફાડી ને શેષનાગ માથે ઠરે
નાગાના ત્રમ્બક રડે
હોય મર્દા જો સહલ
શેણ પડે ને અમલ રડે
આયો શેણ અમલ પરભાતે
જેણે પીધા નહીં ઘાટા કહુંબા ઘૂંટ
વે નર સમજો ઊંટ
વૈરાગી ને બારણે મંજારી જો પીવે
તો બાઘ હિંગ માર દેવે અને
ગદ્ધા જો પીવે તો મારે ગજરાજ ગુણ
ચીડિયા જો પીવે તો માર દેવે બાજ ગુણ
*આવા કહુંબા થાતા હો ભા*
*જય માતાજી*