સવારામ બાપાની સાખિયો
🌹🌹🌹🌹🌹🌹🌹
🌹 સવો કહૅ સ્વાશા એકમા કેટલા ઘડે છે ઘાટ
નિત અનિતને પરખજૌ તો ખોલે કરમ કબાટ
🌹 અનિત સંકલ્પ અળગા કરી નિરંતર રાખવા નિત
સવો કહૅ ખરો સન્યાસી પછી પ્રભુથી તુટે નહિ પ્રીત
🌹 બૅ કાંઠાની બીચમા બેડી તણાતી જાય
જીવ તારો કનિહાર છે સવો કહૅ કરી લે શુભ કમાય
🌹 મોટી માયા સૌ તજે ઝીણી તજી ન જાય
જોગી જંગમ ઓલિયા સૌને ઝીણી માયા ખાય.
🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻