ડાયરીના પાનામાં યાદોને સાચવી રાખી છે.,
લખી કલમે શબ્દોમાં મેં તેને ઢાળી છે.!
આ વાતની જાણ શું તારા હૃદયને મળી છે!?
દરેક સમયે, દરેક પળે મેં વાટ તારી દેખી છે..
ફરિયાદ નથી કરવી હવે જિંદગી ઘણી નાની છે,
આમ જ મૌન રહી ખુશીઓને વધાવી છે..
રહ્યાં સમજદાર ઘણાં, હવે નાદાની બતાવી છે.!
ના સમજાતી લાગણીઓને હૈયામાં છૂપાવી છે..
ખુશ છું, રહીશ હંમેશા આ એની સાબિતી છે.,
દુઆમાં ફ્કત એક તમારી જ ખુશી મેં માંગી છે..
દર્શના રાધે રાધે