સુકાઇ ગઇ છે લાગણી માણસની;
વધી છે જ્યારથી માગણી માણસની;
સબંધો પણ બની ગયા સાવ સ્વાર્થના,
સંબંધોમાં કરે છે માપણી માણસની;
મળે છે મોકો જ્યારે જીવનમાં ત્યારે,
પોતાના જ કરે છે કાપણી માણસની;
જરૂરિયાત હોય જેટલી જેની જેની,
એટલી સંબંધમાં વાવણી માણસની;
નિભાવશે સાથ કે આપશે દગો કોઇ,
હવે ક્યાં રહી છે એ ખાતરી માણસની;