દર્દ આપો તો ચાલશે સાથે દિલાસો પણ આપો,
ઝખ્મો આપો ચાલશે સાથે મલમપટ્ટી પણ આપો
ભોળા ભાવના માં ,અટવાઈ છોને જવાતું હોય,
સ્થિરતા મળે અઘરી મન ને, રખડપટ્ટી ના આપો
ઝાઝા સ્વરૂપ માં સંચર્યો, લીલા કરી અનેકવિધ,
દ્વેતભાવે વિરહ તણી કોઈ રસાળ કટ્ટી ના આપો
મિલન ના માધુર્ય ને, પચાવી શકતા જે મનોરથો,
દર્શન દુર્લભ ચૈતન્યમય, દિલને ચટપટી ના આપો
આનંદ અનુભૂતિ હોય , અભિપ્સા અંતર મનમાં,
માયિક પદાર્થ પળોજણ, કોઈ ખટપટી ના આપો
-મોહનભાઈ આનંદ