❤️❤️❤️❤️❤️
ગમવા ના , કારણો માં હું,
જાણો એ , તારણો છે હું;
મનની છે એ, કળા નોખી,
ખોળો ત્યાં ,મારણો છે હું;
ટક્યો છે ત્યાં , હું અધ્યાસે,
પ્રાકૃતિક , ભારણો છે હું;
ઈચ્છા માં બાંધી છે હસ્તિ,
મુક્તિ ના, તારણો છે હું;
આનંદ સહજ છે અંકિત,
એ ધારા , ધોરણો છે હું;
-મોહનભાઈ આનંદ