અમર રામ નામની બુટી
✍🏻 સવારામબાપા
🌼🌼🌼🌼🌼🌼🌼
પ્યારો પુરણ પિજો રે,અમર રામ નામની બુટી...
ઝટપટ સદગુરુ સમરીયે,આ જિંદગી છે જુઠી
બુરો વખત છે બૅ દીન કેડે,કાળ નાખશે કુટિ...
બેર બેર અવસર નહિ આવૅ,તન જાયેગો તુટી
નહિ આવૅ ફેર પ્રાણ પરદેશી,આતંમ જાયેગો ઉઠી...
વાત વાતમા આવ્યૌ વાયદો,માથે મરણ કશોટી
લાખૂ હકીમ કો લાગ ન લાગે,દવા રહેજો ઘૂંટી...
ભાગ્ય બડા ભ્જનાંદિકા,ફાંસી કાળ ની છુટી
ઇર્ષા દ્વેષ તો નહિ અંગમા,જગત ભળાણી જુઠી...
ધુન લાગી ધણી આપ ચરણમા,સુરત અચાનક ઉઠી
ડોલે નહિ દુનિયાનિ અંદર,ઘડી એક વચન વિખૂટી...
જેવી સ્વપ્નમા મળે સંપતિ,સુત વિત દારા દિઠિ
ઠીક ઠાક દેખિ હરખાંણો,જગત સબી સમેટી...
અરજ હમારી ધણી આપ આગળે,ખેડ થાય નહિ ખોટી
દાસ સવો કહૅ દયા રાખજો,મરણ બીક છે મોટી...
🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻