ઘડી એ જ,સાચી ઘડી છે,
તમે જાત કાંટે, મઢી છે;
વગર પરિશ્રમે ના મળે જો,
ને એરણ હથોડી પડી છે;
મહેફિલ ને માણે છે શમ્મા,
પતંગા ત્યાં જાત બળી છે;
છે પ્રેમાળ દિલ માંહી સ્પંદિત
ત્યાં દિલને ,કળ તો વળી છે
છે આનંદ દિલમાં, ખરેખર,
વિરાગે વૃત્તિઓ, ભળી છે;
-મોહનભાઈ આનંદ