જીવનના બે પહલું એક તું ને એક હું;
ના રહી શકે એકલું એક તું ને એક હું;
જીવન પથ ની કાંટા ભરી સફરમાં,
ભરીશું સાથે પગલું એક તું ને એક હું;
તોફાની ભવસાગરની નાવડીના,
બની હલેસાં ધકેલું એક તું ને એક હું;
જીંદગીનો તડકે અને છાંયડે પણ,
સંગાથે રાખીશું ડગલું એક તું ને એક હું;
જીવનના મુશ્કેલ કોયડાઓ ને,
સંગ સંગ રહી ઉકેલું એક તું ને એક હું;