Gujarati Quote in Religious by બાબા સત્સંગી

Religious quotes are very popular on BitesApp with millions of authors writing small inspirational quotes in Gujarati daily and inspiring the readers, you can start writing today and fulfill your life of becoming the quotes writer or poem writer.

અખંડ ઝાલર વાગે ઘટમાં
અખંડ ઝાલર વાગે,
કોઇ ગુરુગમ જ્ઞાની જાગે! ,,,ઘટમાં.

ત્રિગુણી આગળ તેજ સ્વરૂપી,
સદગુરૂ આપ બિરાજે,
સોહંમ સ્વરૂપી બનકર સ્વયં
ગુરૂ સ્વરૂપ સમાવે.
ઘટમાં,,,

ત્રણ-ગુણ"પર" ત્રિવેણી તીરે,
તાર માં તાર મિલાવે,
ગગન-મંડળમાં ગૈબી ગાજે,
સુરતા સુંન ઘર લાવે,
ઘટમાં,,,

ઑહ્મ-સોંહ્મ રેણુકારમાં,
નિશદિન ગુરુગમ જાગે,
ઓહ્મકાર-નિરાકારમાં,
અર્ધ-ઉર્ધ આરાધે,
ઘટમાં,,,

અર્ધ-માત્રા સહિત ઓમકારા,
સ;બીજ-શબ્દ સુહાગે,
વેદ! નેતિ-નેતિ પુકારે,
ગુરૂ-કૃપાથી લક્ષ લાગે.
ઘટમાં,,,

દૈવી-દેવતા જે ઘર ગોતે,
કુરાન-પુરાન ન તાગે,
કહે ઉગારાંમ ઘટો-ઘટમાં,
પ્રગટ જ્યોત્યું જાગે.
ઘટમાં,,,,,,

Gujarati Religious by બાબા સત્સંગી : 111611749
New bites

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now