" કુછ તો લોગ કહેગે, લોગો કા કામ હૈ કેહના "
આપણે એકબીજાના ભયથી જીવી રહ્યા છીએ !! આવું ના થાય...લોકો શુ વાતો કરશે? આવું ના પહેરાય..... લોકો કેવું કહેશે ? આવું ન લખાય...... લોકો સુ વિચારશે ?
આ લોકોના ભયથી આપણે જીવવાનું જ ભૂલી ગયા છીએ.
કોઈ શુ કહેશે એની ચિંતામાં પોતાની ખુશી ભૂલી જઈએ છીએ. જો એકવાર આ સમય જતો રહેશે તો ક્યારેય પાછો નહીં મળે.
મારુ એટલુંજ કહેવું છે કે આ લોકો છે કોણ? હું અને તમે આપણે જ છીએ આ લોકો. થોડો હું બદલાઉ થોડા તમે બદલાવો લોકો આપોઆપ બદલાઈ જશે.
હવે લોકોની ચિંતા છોડો અને પોતાના મનને ગમે તે કરો. તમને સાચું લાગે એ કરો. જેમાં પોતાને આનંદ મળે મનને શાંતિ મળે તે કરો.
कुछ तो लोग कहेंगे, लोगों का काम है कहना
छोड़ो बेकार की बातों में कहीं बीत ना जाए रैना