જોયા એમને તો અરમાન જાગ્યાં;
દિલ માં ફરી નવા ફરમાન જાગ્યાં;
થવાનું છે આગમન આજ કોઈનું,
એમના ઇંતેજાર માં કમાડ જાગ્યાં;
કરવું છે સ્વાગત આજ દિલ ખોલી,
ખુશહાલ ફુલો પણ અજ્ઞાત જાગ્યાં;
મળવાનું છે આ ચાંદની રાત માં, તો
મન માં અવનવા અનુમાન જાગ્યાં;
ભરી લઈશ એને પ્રેમ થી બાથ માં,
આંખોમાં કેટ કેટલાં કામણ જાગ્યાં;
નજર ઝુકાવી ને કરી જો નજર, તો
હૈયામાં વસી રહેલા ઈમાન જાગ્યાં;
ન આવે કોઈ વિઘ્ન આ મુલાકાતમાં,
એજ ખ્વાહિશ માં ચંદ્રમાન જાગ્યાં