અમે સમાઈ ગયાં તમારા પ્રવાસમાં.
અમે સમાઈ ગયાં તમારા શ્વાસમાં.
ના રહી દૂરી પછી કશી માપવાનીને,
અમે સમાઈ ગયાં તમારા આકાશમાં.
બહુવચનને એકવચન કરી બેઠાને,
અમે સમાઈ ગયાં તમારા ઉલ્લાસમાં.
લાંબી મુસાફરીનો વિસામો છો તમે,
અમે સમાઈ ગયાં તમારા પ્રયાસમાં.
લાગ્યું કે મળી ગઈ છે મંઝિલ મને,
અમે સમાઈ ગયાં તમારા અહેસાસમાં.
નિતનૂતન રહી અનુભૂતિ તમારાથી,
અમે સમાઈ ગયાં તમારા વિશ્વાસમાં.
તપ્ત ધરિત્રીમાં શીતળતા સમાં છો,
અમે સમાઈ ગયાં તમારા ઉપહાસમાં.
- ચૈતન્ય જોષી. ' દીપક ' પોરબંદર.