( ગાલગાગા2 ગાલગા)
રંકને સંભાળનારો તું જ છે.
દીનને સ્વીકારનારો તું જ છે.
ઉર તણી આરત તને ગમતી હશે,
સાગરેથી તારનારો તું જ છે.
આંખની ભાષા તને ફાવે ઘણી,
શબ્દો મારા સમજનારો તું જ છે.
આરઝૂ દિલની તને ગમનાર છે,
ભૂલ સઘળી ભૂલનારો તું જ છે.
રાખજે યાદો વળી તું સંઘરી,
ભક્તને તો પાળનારો તું જ છે.
- ચૈતન્ય જોષી. ' દીપક' પોરબંદર.