અંતર્મુખ થઈને , જરા જૂઓ તો ખરા,
કેટલા તરંગો ઉઠે છે, જૂઓ તો ખરા,;
કલ્પના નું બજાર ગરમાગરમ હોય ને,
શ્વાસમાં સ્વપ્ન તુટે છે,જૂઓ તો ખરા,
રંગીન મિજાજી ચાહ માં ,છે જિંદગી ને,
ખુશમિજાજી ખૂટે છે, જૂઓ તો ખરા;
ચટપટી ને અટપટી, વાસનામાં બાંધી મન,
દિવાનગી દિલ ઘૂંટે છે, જૂઓ તો ખરા,
ઘર થી ખબર સુધી પહોંચી જવું આખરે,
આનંદ ક્યાં ક્યાં છુટે છે, જૂઓ તો ખરા,
-મોહનભાઈ આનંદ