એક ચિત્રકાર હતો.
બહુ ઉત્તમ ચિત્ર બનાવતો અને દરેક ચિત્રને જાહેરમાં રાખી, તેમાં જે કોઈને ચિત્રમાં કોઈ પણ ઉણપ લાગતી હોય તો તે અભિપ્રાય લખવા માટે બાજુમાં એક ડાયરી અને પેન પણ રાખતો.
દર વખતે લોકો તરફથી ભાવ-પ્રતિભાવ આવતાં અને તેને સ્વીકારીને નવા બનાવવામાં આવનાર ચિત્રમાં થયેલી ભૂલોને સુધારવાનો પ્રયત્ન કરતો.
આવી રીતે તેણે એક ચિત્ર બનાવીને જાહેરમાં મુક્યું. સાથે પેન અને ડાયરી પણ મુક્યા. સાંજના સમયે પોતાના ચિત્ર બદલ લોકોના પ્રતિભાવ જોવા તે ગયો, ડાયરી બિલકુલ કોરી જ હતી એક પણ ઉણપ લોકો તરફથી દર્શાવવામાં આવી ન હતી. થોડી વાર પુરતો તે મૂઢ થઈ ગયો અને આંખમાંથી આંસુ વહેવા લાગ્યા આ જોઈને પાસે ઉભેલાં તેના મિત્રે રડવાનું કારણ પૂછતાં
તેને જણાવ્યું કે, શું હું આજે પૂર્ણ થઈ ગયો ?
લોકો તરફથી એક પણ પ્રતિભાવ આવ્યો નહીં ?
ત્યારે તેના મિત્રે સરસ જવાબ દિધો, દોસ્ત !.......... ????*
મિત્રો...! આ મેં પણ વાંચેલી વાત છે,
મિત્રનો જવાબ આ ઘટનાને યોગ્ય ન્યાય થઈ શકે તેવો એક વાક્યમાં આપ પણ લખી આપો એ વિનંતિ. 🙏