કરી સાદ પોકારી રહ્યા રસ્તા વતનના.
જાણે કે આવકારી રહ્યા રસ્તા વતનના.
સ્મરણો શૈશવના થયાં જાગૃત એ પળે,
દિશાઓ દેખાડી રહ્યા રસ્તા વતનના.
અતીતની ઝાંખી થઈ એને અવલોકતાં,
સાંપ્રતને સજાવી રહ્યા રસ્તા વતનના.
જૂનું ઘર, શેરીને સવાઈ લાગતી શાળા,
સ્મૃતિઓ વાગોળી રહ્યા રસ્તા વતનના.
ધરું ધૂલિ શિરે જે પુણ્યવંત સ્વર્ગથી,
શૈશવ પુનઃ આપી રહ્યા રસ્તા વતનના.
- ચૈતન્ય જોષી. ' દીપક ' પોરબંદર.