🌻
ધોકો
જો રજાનાં છે દિવસ સરખા જ લાગે આ તો
ઘર ગજાઓમાં હવે ઝરખા જ લાગે આ તો
લ્યો દિવાળીનાં કડાકા કાંનમાં ગુંજે ,ના
કાનનાં આ કોડિયાં ખોખા જ લાગે આ તો
ને વખત બદલાય તો શું થાય?સમજી ગ્યા પણ
રંગ-રંગોળી ગળી-ચોખા જ લાગે આ તો
ઠીક છે આજે સમય બદલાઈ જાતા,ધોકો
બે નવા વર્ષે નવા-નોખા જ લાગે આ તો
વાત કડવી લાગતાં મીઠાઈ ભાંગી -ભૂક્કો
બોલકા બોલો હવે બોખા જ લાગે આ તો
વ્યંગ આંખોનું હતું જીવન નથી રંગીલું
ફૂટતાં ફટ-ફટ અહીં તણખા જ લાગે આ તો
જાગૃતિ મારુ
તા.૧૪/૧૧/૨૦૨૦