અહીંયા સબંધ નો સરવાળો છે
શુન્ય થી એક નો સથવારો છે
લોકો સરખા અહીં માં ભારતી પર
પણ ક્યાંક જાતપાત માં માણસ માણસ થી દૂર થાય છે
જોઈ શકાય છે અહીં બધું સત્ય ની આંખે
પણ સાચું બોલવામાં જ જીભ લથડાય છે
વાતો કરતા ફરતા હોય છે જે માણસાઈ ની
એક વચન પર ઉભવા કયો તો એજ દૂર દેખાય છે
અહીંયા કવિની કલ્પના એ પ્રકૃતિ ચિતરાય છે
કોરા કાગળ પર ની વેદના કાગળ માં વેચાય છે
અહીં જાય જો સુખ ગોતવા ભીતર નું
તો ચારેબાજુ એને દુઃખી જ દેખાય છે
રચના ધણી મળશે અહીં વાંચવા એવી સરખી
સૌને સરખા બતાવવા માં જ કલમ અટવાય છે.