Gujarati Quote in Thought by Punita

Thought quotes are very popular on BitesApp with millions of authors writing small inspirational quotes in Gujarati daily and inspiring the readers, you can start writing today and fulfill your life of becoming the quotes writer or poem writer.

🙏 *આજે 'ધોકો' નહીં પરંતુ 'ધોખો' છે.* 🙏

👉આ *'ધોખો'* છે શું..??

વિક્રમ સંવતનું 'કેલેન્ડર' *ચંદ્રની ગતિ* પર આધારિત છે. આમતો પૃથ્વી પરની બધી કુદરતી ઘટનાઓ, *ચંદ્રની પૃથ્વી સાપેક્ષ અને પૃથ્વીની સૂર્યને સાપેક્ષ ગતિ* પર આધારિત જ છે.
સામાન્ય રીતે વિક્રમ સંવતના મહિનાઓ *ચંદ્ર જે તે નક્ષત્રમાં પ્રવેશે તે પરથી નક્કી થતા હોય છે.*
દરેક માસની શરૂઆત, ચંદ્રના જે તે નક્ષત્રમાં પ્રવેશથી શરૂ થતી હોય. જેમકે,
*'કૃતિકા'* નક્ષત્રથી *કારતક* માસ,
*'મૃગશીર્ષ'* નક્ષત્રથી *માગશર,*
*'પુષ્ય'થી પોષ,*
*'મઘા'થી મહા* વગેરે..
આવી જ રીતે *'આસો'* માસની *અમાવાસ્યા* બાદ, ચંદ્રએ *'કૃતિકા'* નક્ષત્રમાં પ્રવેશવાનું હોય છે.
*ચંદ્રના,* પૃથ્વી સાપેક્ષ પરિક્રમણ સમય *'પૂર્ણ દિવસ'* માં ન હોવાથી, ક્યારેક તે 'કૃતિકા' નક્ષત્રમાં પ્રવેશી શકતો નથી એટલેકે ચંદ્રએ *વિશ્વાસઘાત (ધોખો...??) કર્યો.*
આથી તે દિવસે તે માસની એકમ ન થતાં, તેના પછીના દિવસે એકમથી નવો મહિનો શરૂ થાય.
પરંતુ 'દિવાળી' એટલે કે આસો માસની અમાવસ્યા બાદ, વિક્રમ સંવત પૂર્ણ થયું ગણાય. વળી નવું વર્ષ શરૂ નથી થયું તેથી આ દિવસ બંને વર્ષ વચ્ચેનો 'બફર' દિવસ ગણાય.
*જૂના સમયમાં વિક્રમ સંવત મુજબ વેપારીઓ પોતાની દુકાનના ચોપડા જાળવતાં. દિવાળીએ તે વર્ષનો ચોપડો પૂર્ણ થઈ જાય અને નવા વર્ષનો ચોપડો હજી શરૂ થયો નથી તેથી જો દુકાને વ્યાપાર કરવામાં આવે તો તે નોંધવો ક્યાં...??
આ સમસ્યા નિવારવા તે દિવસે રજા રાખવામાં આવતી જેને *ધોકો* ખરેખર તો *ધોખો* કહેવાય છે.
*આ છે 'ધોકા(ધોખા)'નું રહસ્ય.*

🛕 *આપ સૌને આજે ધોકાની શુભકામનાઓ....* 🛕

*ધોખો

Gujarati Thought by Punita : 111609868
New bites

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now