Gujarati Quote in Poem by Padmaxi

Poem quotes are very popular on BitesApp with millions of authors writing small inspirational quotes in Gujarati daily and inspiring the readers, you can start writing today and fulfill your life of becoming the quotes writer or poem writer.

કારતક સુદ એકમથી શરૂ ૨૦૭૭ નો સંવત,
આવ્યું નવું વર્ષ જીવનને કરવાને વસંત.

ઉત્સાહ વ્યાપી ગયો સૃષ્ટિના કણકણમાં,
આનંદ આનંદ પથરાય ગયો જોને અનંત.

અથથી ઈતિ સુધી વીતી ગયું જૂનું પૂરાણુ,
નવલ એક ઉલ્હાસિત સફર હવે તો દિગંત.

નવલા સોણલાં, નવલ સંકલ્પોની ધારા,
નવા લક્ષ્ય-મહત્વકાંક્ષા પૂરા કરવાનો ખંત.

નૈરાશ્ય-ઉદાસીનતાના પડળો દૂર હટાવીને
મનડુ જપશે કાયમ વિધાયક વિચારોનો મંત્ર.

ઉછળશે આશા-અરમાનોઓના નવલ તરંગ,
હતાશાઓની ગર્તાનો સમૂળગો થઈ જશે અંત.

વાયરો મજાનો વહેશે ચારેકોર નૂતન પ્રવાહોનો
ક્ષણ ક્ષણ બની રહેશે પ્રિય દેવઘરનો મહંત.

પટેલ પદ્માક્ષી(પ્રાંજલ)

-Padmaxi Patel

Gujarati Poem by Padmaxi : 111609801
New bites

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now