એટલી બધી શુભેચ્છાઓ ભેગી થઇ ગઇ છે કે આખું ઘર ભરાઇ ગયું છે. ક્યાંય પગ મૂકવાની જગ્યા નથી. શુભેચ્છાઓ ઓછી કરવા માટે કોઇને એ આપવાની કોશિષ કરું છું તો એ લોકો ડબલ પાછી આપે છે. આમને આમ ચાલ્યું તો વર્ષના અંત સુધીમાં પાંચ ટ્રિલિયન ડોલરની ઇકોનોમી મારા એકલાની થઇ જશે.