🔅।। शुभ दीपावली ।।🔆
आत्मदीपो भव।"
Be yoyr own light!
સ્વંય પોતાના દિપક બનો.
પોતે જ પોતાના દિપક બનીશું .
પહેલાં પોતાની જાતને જ પ્રકાશિત કરીશું
તો જ આપણે બીજાને પણ આપણે એ પ્રકાશ નીચે લાવી શકીશું. એમનું જીવન પણ તેજોમય બનાવી શકીશું.
એક વિદ્વાન માણસ પોતાનું જ્ઞાન અનેકને આપી શકે છે.
તેમ એક જ દિપક સેંકડો દિપક પ્રગટાવી શકે છે.
બીજા દીવા પ્રગટાવવા છતાં મૂળ દીવાનો પ્રકાશ કદી ઝાંખો થતો નથી.
બરાબર તેવી જ રીતે, જ્ઞાનની વહેંચણી કરવાથી જ્ઞાન વધારે તર્કશુદ્ધ બને છે. જ્ઞાન પ્રત્યે આપણો આત્મવિશ્વાસ વધુ દ્રઢ બને છે.
આ જ્ઞાનથી આપનાર અને ગ્રહણ કરનાર બંને સમૃદ્ધ થાય છે, બંને ઝળહળે છે.
મનોહર દીપ જ્યોતિ સિવાય અન્ય કઈ વસ્તુ ઘરને શોભાવશે?
ગહન જ્ઞાન પ્રકાશ સિવાય અન્ય કઈ વસ્તુ મનને આભૂષિત કરશે?
-સ્વામી ચિન્મયાનંદ
આમ દીવો કરવાની પરંપરામાં બૌધ્ધિક આધ્યાત્મિક અર્થમાં ભંડાર ભરેલો છે. ભારતીય સંસ્કૃતિ ખરેખર ઉમદા પરંપરાઓથી સમૃદ્ધ છે.
આપણી ભારતીય સંસ્કૃતિમાં દિપકનું ખૂબ મહત્વ છે.
તો આવો સાથે મળી આ દીપ પર્વ ઉજવીએ. આપણાં અને બીજાના જીવનમાં પ્રકાશ પથારીએ. અને છેલ્લે મારા માધવ ને એક જ પ્રાર્થના...
"ઊંડા અંધારેથી, પ્રભુ! પરમ તેજે તું લઈ જા."
-કિંજલ દિપેશ પંડ્યા "કુંજદીપ"
-Kinjal Dipesh Pandya