આવ્યો દિવાળી નો તહેવાર;
લાવ્યો "હર્ષ" "ખુશી"ઓ અપાર;
રહે જીવન "વિનોદ" મય તમારું,
"હર્ષા"ઉલ્લાસ રહે તમારે દ્વાર;
"જય" ના દિપ પ્રગટે જીવનમાં,
થાય દૂર તમારા હર અંધકાર;
સુખ, સમૃદ્ધિ અને શાંતિ મળે,
કરે સફળતા તમ પગ પંખાર;
નિરોગી અને તંદુરસ્ત રહે કાયા,
બિમારી રહે દૂર ગાઉ હજાર;
મારા ને મારા પરિવાર તરફથી,
મુબારક હો દિવાળીનો તહેવાર;