ઓંણ દિવાળી એવી રીતે માણીએ ,
જ્યાં જ્યાં અંધારું છે ત્યાં અજવાળીએ ,
માણસ થઇ ને કોઈ ની સાથ અબોલા શેના?
મનદુઃખો ને ફટાકડા માં બાળીએ !
રંગોલીયું સૌની કાયમ રહે સલામત ,
પગલાંઓં જો સૌ સૌના સંભાળીએ !
મારા હાથે સૌનું હિત જ થાય સદાયે નવા વરસથી નિયમ પાળીએ !
ઝરણું નહી લ્યો નદી મુબારક !
સાલ નહી લ્યો સદી મુબારક !