ચાલો આજે એક એવી દિવાળી મનાવીયે....
કોઈ નાં ઘરે નાં રહે અંધકાર એવી રોશની કરીયે,
ચાલો આજે એક એવી દિવાળી મનાવીયે....
મજબૂરીને દુર કરી, હાસ્યની લહેર ફેલાવીયે,
ચાલો આજે એક એવી દિવાળી મનાવીયે....
અહમને બાજુ પર રાખી, ખુશીની ચાદર ફેલાવીયે,
ચાલો આજે એક એવી દિવાળી મનાવીયે....
દીવાની જેમ ઝગમગી,બીજાનાં દીવાની જ્યોત બનીયે
ચાલો આજે એક એવી દિવાળી મનાવીયે....
-Rajeshwari Deladia