Gujarati Quote in Poem by Chaitanya Joshi

Poem quotes are very popular on BitesApp with millions of authors writing small inspirational quotes in Gujarati daily and inspiring the readers, you can start writing today and fulfill your life of becoming the quotes writer or poem writer.

કોરોનાને તો કોસતાં રહ્યાં ત્યાં તો આવી ગૈ દિવાળી.
ઉપાયો સઘળા કરતાં રહ્યાં ત્યાં તો આવી ગૈ દિવાળી.

ગરમ પાણી, ઊકાળાને વળી લેવાતો બાફ દરેકથી,
માસ્ક બાંધી ફરતાં રહ્યાં ત્યાં તો આવી ગૈ દિવાળી.

સામાજિક અંતર જાળવવા છ ફૂટ દૂર રહેતાં સહુ,
દૂરથી હાથ જોડતાં રહ્યાં ત્યાં તો આવી ગૈ દિવાળી.

કોરોનાનો કકળાટ કાઢી કાળી ચૌદશે આપણે બધા,
સાદાઈને સ્વીકારતાં રહ્યાં ત્યાં તો આવી ગૈ દિવાળી.

મનભરીને માણી લઈએ ઉત્સવ આ છે પ્રકાશ તણો,
'અલવિદા વર્ષ' કહેતાં રહ્યાં ત્યાં તો આવી ગૈ દિવાળી.

સૌને સુખાકારી આપો પ્રભુ! મહામારીથી ઊગારજો,
ઔકાત સૌ સમજતાં રહ્યાં ત્યાં તો આવી ગૈ દિવાળી.

- ચૈતન્ય જોષી. ' દીપક ' પોરબંદર.

Gujarati Poem by Chaitanya Joshi : 111608933
New bites

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now