લગીરે દૂર નથી , તો' ય હું થી દૂર છું,
અસ્તિત્વ થી હું જ, મારા, હું દૂર છું;
ખૂલી આંખે આંધળી દોટ છે વૃત્તિમાં,
નિવૃત્તિ ક્યાં છે, હરદમ પ્રવૃત્ત નૂર છું ;
તરંગો સમો લહેરી લાલ,મન મોજીલો,
વૃત અને ગર્ત સ્વરૂપમાં જળ જરૂર છું;
તૃષ્ણા ની ક્યારી માં, વાવેતર નીત નવું,
સ્વપ્નશીલ સ્વભાવે હું, મન મગરૂર છું;
આનંદ આસાન નથી,પામી લેવાની કળા,
અકળ કળા છે ખોલતુ, અહં ભરપૂર છું;
-મોહનભાઈ આનંદ