ભાઈ એ તો વાતું છે રે ઝીણિયું
✍🏻 રાઠો ભગત
🌿🌿🌿🌿🌿🌿🌿
કોઈ સંત વિરલે જાણિયું ભાઈ એ તો વાતું છે રે ઝીણિયું
મોટા કુહાડા કાંઈ નવ કાપે લોઢું કાપે છીણીયું
ભાઈ...
વેળુમા તે ખાંડ વેરાણી, વીણી કાઢે કીડીયું
સુના ગામમાં હાથી ઝૂલે, લાભ તોલે પે'લુ વાણિયું
ભાઈ...
મોટપમાં લેવાયા જાયે તો યે કાંકરીયું એણિયું
ઝીણા થઈને સંતો ચાલે ધન્ય કમાયું તેણીયું
ભાઈ...
પાણીમાં તો દૂધ ભેળાણું પામી જાશે હંસીયું
ગુરુ પ્રતાપે ભણે રાઠો અમરાપર એની રહેણીયું
ભાઈ...
🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻