હું દર્દ છું, સતત,મનથી સહેવા દો,
આશરે છું ભાવના માં, કહેવા દો;
ભેદ છે મોટો, કથી ને ક્યાં બતાવે,
થોડું સ્વાર્થે પોતે , અળગા રહેવા દો ;
પ્યાસી છે ચાતક સમીજોને વિહ્વળ છે,
સ્વાતિ બૂંદોની ઝલક માં, વહેવા દો;
હો કદાચિત કોઇ ભ્રમણા 'ય મન તણી,
વૃત્તિમાં તરબોળ , મનને વિહરવા દો;
માણી એ આનંદ પ્રેમાળ સ્પંદન મહીં,
ઝખ્મો તાજા , મરહમી તો રહેવા દો;
-મોહનભાઈ આનંદ