નજર છે નૂરાની ,એ જાદુ હટે ના ,
મહેંકી ત્યાં અનુભૂતિ જરાયે મટે ના ;
જુઓ જાદુ સરખાં,સજલ નેત્રો ખૂલા,
કળી ખીલે અડધી ,ને પાંપણ ઉઠે નાં,
રહો મસ્ત મૌલા, ખબરદારી ખૂદ માં,
વજૂદ છે તમારૂં, કદી પણ છૂટે ના
હવા જોને રૂખી ત્યાં અતડી જ લાગે,
અંદેશો ય પતઝડ સમો , મન મટે ના;
છે ભીનાં ફુલો જોને ,ઝાકળ ના સ્પર્શે,
એ આનંદ દિલનો , કદી પણ ઘટે ના;
-મોહનભાઈ આનંદ