🌹 અલખના ઓટલે🌹
🚩 અલખ નિરંજન 🚩
જીસ દિન રાજા તારો જનમ હુઓ
વાગે કાંઈ નગારાના નિશાન રે,
જોષીડા તેડાવો આપણા શહેરના
આવા રુડા જોશ તો જોવરાવો રે
નામ તો ધરાવો રાજા ભરથરી....
★
લીલુડા વઢાવું રાજા હું તો વાંસડા
મહેલમાં મઢુલી બનાવુ રે,
આસન નખાવું રુડા ઘાંસના
બેઠા તમે મોજુ હવે માણો રે.
હવે તો વિચારો રાજા ભરથરી. ..
★
તમારા મહેલમા રાણી અમે નહી રહીએ
નહી લઈએ અન્ન કે પાણી રે,
ભીક્ષા આપો ને મૈયા પીંગલા રે
હાલી જાય જોગીડાની જમાતુ રે..
ભીક્ષ રે આપી દ્યો મૈયા પીંગલા...
★
નવ લાખ હાથી રાજા તારે આંગણ જુલે
અઢાર લાખ ઘોડાની ધમસાણું રે,
બાણું લાખ દુજે રાજા તારે માળવો
આવી તારી ઉજેણીની શોભા રે.
હવે તો વિચારો રાજા ભરથરી. ..
★
દિપકને જોલો લાગ્યો પવનનો
નરને જોલો લાગ્યો નારીનો રે,
સંતને જોલો લાગ્યો શબ્દનો
સદગુરુ પાર તમે ઉતારો રે...
★
ભગવા રંગાવું રાજા હુંતો લુગડાં
ચાલુ હુ તો તમારી સંગાથે રે,
ધુણી રે પાણીની સેવા રાજા હુ કરું
મને દાસી(ચેલી) કહીને બોલાવો રે
હવે તો વિચારો રાજા ભરથરી. ..
★
અમારી સંગાથે રાણી નહી તમે
દુનિયા અવળું વિચારે રે,
દુનિયા સમજે કે બાવો ઘરબારી
બાલુડાનો ભેખ તો લજાય રે
ભીક્ષ રે આપી દ્યો મૈયા પીંગલા...
★
કાંતો રે રાજા તે તો ભાંગ પીધી
કાંતો તને ભાઈબંધે ભરાવો રે,
કાંતો ધુતારે તને કામણ કીધા.
★
નથી રાણી મેં તો ભાંગ પીધી
નથી ભાઈબંધે ભરમાવ્યો રે,
નથી ધૂતારે મને કામણ કીધા
લખ્યા મારા છઠીના એવા લેખ રે.
★
કાંતો રે પારણેથી પાડી મુવો
કાંતો તને મીંદડીએ ન માર્યો રે,
સાસુડીને પેટે પથરો કેમ ન પડ્યો રે
રહેત હું તો બાળ કુંવારી રે.
★
કુંવારી કન્યાને રાજા વર ઘણા
પરણીને પાપ તે લગાડ્યું રે,
હવે તો વિચારો રાજા ભરથરી. ..
★
કાચા રે સુતરનો રાણી તાંતણો
તાણ્યા પછી તરત તૂટી જાય રે,
ગુરુ ગોરક્ષ પ્રતાપે ભરથરી બોલ્યા
અવસર ફેર નહી આવે રે.
હવે તો વિચારો રાજા ભરથરી. ......
આલેખન ✍️✍️
by .... લક્ષ્મણભાઈ પ્રજાપતિ ના જય શ્રી કૃષ્ણ