મારી શાળા ; શેઠ એમ. કે. હાઈ સ્કૂલ;
____________________________
ત્યારે કયાં હતું ગૂગલ કે યાદો ને સગ્રહી શકું,
ન હતા કોમ્પ્યુટર કે મોબાઇલ જેમાં હું સેવ કરી શકું.
જોઈ લેતો હતો એ મકાન ને જેથી મેમરી યાદ કરી શકું,
લાગણી નાં પાના ને પાછળ જોઈ વાંચી શકું,
અચાનક કાળ નાં ચોઘડિયા માં પડી ગયું,
પાનખર નાં પત્તાં ની જેમ તે ખરી પણ ગયું,
ખબર નથી કે તેણે નવું પાનેતર પેહરી લીધું,
કે સ્વાર્થ ની તિજોરી માં સમય સાથે બંધ થઈ ગયું,
હવે યાદો માં જે રહી ગયું તે હ્રુદય માં ભરી લીધું.
હવે મોબાઇલ છે એટલે ' કવિરાજ ' નાં શબ્દો નું વહેણ આપી દીધું.