" ચિનગારી "
આંસુઓનું ખાબોચિયુ આંખમાં ભરપુર છે.
બસ, એક લાગણી છેડ્યાની વાર છે....!!
જાગરણ કરતાં વીતી આખી રાત છે....!!
અજવાળું આપતાં બળી દિવાની વાટ છે...
જિંદગી વીતી બસ આમજ ગણત્રીમાં...
એક ભૂલ પડી ને ખોટો આખો દાખલો...!!
મારું મારું નું રટણ ખૂબ રટ્યું...
લાગી એક ચિનગારી ને બધું ભસ્મ...!!
કર્યો પરિશ્રમ જે મેળવવા સતત....
સાથે ન આવ્યું, અહીં નું અહીં જ રહી ગયું..
જીવનભર આ દેહને જ શણગાર્યો...
માંહ્યલા ને ઓળખવો તો રહી જ ગયો...!!
- જસ્મીન